ગીત:"હંસલા હાલો રે હવે"

હંસલા હાલો રે હવે, મોતીડાં નહી રે મળે,
આ'તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી
મોતીડાં નહી રે મળે . . .

ધીમે-ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો,
એને રામના રખોપે મે'તો ઘુંઘટે ઓઢાડ્યો
પણ વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલાનો માર
દીવડો નહી રે બળે ...
મોતીડાં નહી રે મળે . . .

વેલો રે મોડો રે મારો સાહ્યબો પધારે,
એને કહેજો કે ચુંદડી, લાશે રે ઓઢાડે
કાયા ભલે રે બળે, માટી માટીમાં મળે
પ્રીતડી નહી રે બળે...
મોતીડાં નહી રે મળે . . .
નોંધ: લતા મંગેશકરજી ના સ્વરમાં આ સુમધુર ગીત ગુજરાતી ફિલ્મ "કસુંબીનો રંગ" (૧૯૬૫) નું છે. ગીત ના રચયિતા મનુભાઈ ગઢવી
સંગીત: કલ્યાણજી આણંદજી

માહિતી અને પ્રસ્તુતિ ડો ભૈરવસિંહ રાઓલ

Gujarati Poem by Dr. Bhairavsinh Raol : 111821384

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now