" કોલેજનો છોકરો "
ના ભણે આજ કોલેજનો છોકરો.
છોકરી સામુ જોતો રહે છોકરો.
કે જુએ સૌ મને એમ વટ મારતો;
એ હિરોની અદામાં ફરે છોકરો.
રોજ પૈસા ભલા બાપના વાપરે;
શોખ કરવા જતો રોજ તો છોકરો.
કોઈ શીખામણે તો ન સુધરે કદી;
કે શરમ ના ભરે વાતમાં છોકરો.
બોલ Bન્દાસ બનતો જતો આજ એ;
ખ્વાબમાં ખાસ એ જીવતો છોકરો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : મુતદારિક