" શરમાતો માણસ "
( ગઝલ )
માણસને જોઈ અને શરમાતો માણસ.
કોણ ખરો હું કે એ ભરમાતો માણસ.
કોઈ ન આવે પાસ કદી એમ રહે છે;
શ્વાન ભસે એમ ભલા ગરમાતો માણસ.
ઘરમાં માણસ એક જવાથી ઓગળતો;
કે તુલસી ક્યારે જઈ કરમાતો માણસ.
કોઈ જરા જો બોલી જાય પછી જો જો;
એ માખણ જેમ સદા નરમાતો માણસ.
ખાવા દોડે Bન્દાસ ખસીને દૂર થતો;
આજ રહી ના શકતો ઘરમાં તો માણસ.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : છૂટક ૧૧ ગા