સરસ રચના છે.
પારકાંને ક્યાં શોધવા અહીં,
પોતાના ખોવાઈ ગયા.
રેતી જેવા હતા સપના મારા,
મોજાંથી ધોવાઈ ગયાં.
વિતેલી વાતોને યાદ કરી તો,
આંસુ છલકાઇ ગયા.
સંબંધો ઘણા મળ્યા મને પણ,
અમુક દિલમાં સચવાઇ ગયા.
યાદોની તિજોરી ખોલી જ્યારે,
આ હોંઠ મલકાઇ ગયા.
મિત્રો જ એવા મળ્યા,
જે દિલ પર છવાઈ ગયા....!
સુપ્રભાતમ્ 💐🙏🌹
લેખક :અનામી
પ્રસ્તુતકર્તા:ડો.ભૈરવસિંહ રાઓલ