જીવનની સફર આમતો જવાનીમાં
ચોમાસાના ભજીયા સમાન હોય છે
તો ક્યારેક કજીયા સમાન.
જેમાં તીખો, કડવો અને ચટપટો
બધાં સ્વાદ આવે.
બાકી હોય મીઠાશ તો
એ તો ખજૂર આંબલીની ચટણી ઉમેરાય એટલે
જીંદગી મસ્ત રસગુલ્લા સમાન.
વળી જો જવાનીમાં
બાળપણની યાદ આવી જાય તો
પિત્ઝા જેવી.
મોટો પિત્ઝો ન આખો ખુટે
ન આખો ખવાય
પણ સાલો મોંઘો એટલો હોય કે
મૂકવાંનું મન ન થાય.
મોળો લાગે તો ઉપરથી ચિલ્લીફ્લેક્સનો
પાઉડર ભભરાવીને ખાવાનો.
વળી જો પત્નીની ફરમાઈશ
કેવી હોય ખબર
માંગી માંગીને બિચારી
માંગે શું?
પાણી પૂરી
એ પણ આપણી જિંદગી સમાન
મોંમાં મૂકો અને તીખી લાગે
આંખોમાં આંસું આવી જાય
ન તો ખાઈ શકો ન તો ગળી શકો.
આને હેડકી શરૂ થઈ જાય
પાછળ થી અચાનક આવતી આફત
પત્ની સમાન
અહંત્રે જાય તો.
તો ક્યારેક
મમ્મીની મનપસંદ પાઉંભાજી સમાન
ભાવતાં હોય કે નહીં
પણ બધા શાકભાજી ભેગા
કરી જેવી બને એવી જિંદગી
હસતાં મોઢે પોચા પાઉં સમાન
ગળા નીચે બટકું ઉતારી લેવું.
કાં તો પપ્પાના ઢોસા સમાન
ગરમ તવા પર
પાણી છાંટી ગુસ્સો પી
શાંત થઈ ઓફિસ થી
ઘરે આવી મૈસુર માફક
ખાલી દેખાવ પૂરતું જ
લાલ દેખાવાનું
અને છેલ્લે તો છે જ
દાદીમાની ખીચડી જેવી
કોઈને નડતરરૂપ થયાં વગર
બધાં પાઠ શીખાઈ ચુક્યા હોય
એમાં જેમ ઘી ભળી જાય
એમ સંસારરૂપી દરિયામાં
પાચન થાય ન થાય તો પણ
પચાવી લઈએ...
તે જીવનની સફર
જેમાં બધા રંગ,સ્વાદ,ઢળાવ,
બધું આવતું હોય છે
જેમાં કેટકેટલું શીખવા મળે છે.....