"માં"
મારા અસ્તિત્વ નું કારણ છે તું મા.
મારી પહેલી પુકાર નું ઋણ છે તું મા.
સ્નેહ નું સરોવર અખુટ છે તું મા.
મારી મધ મીઠડી દોસ્ત છે તું મા .
પ્રેમ નું અજોડ પ્રતિક છે તું મા.
જીવન ની સાચી રાહબર છે તું મા.
હરહંમેશ સાથ આપનાર એક તું જ છે મા.
દુનિયા માં સૌથી શ્રેષ્ઠ એક તું જ તો છે મા.
ખોળે ટાઢક આપી મને પોષનારી તું જ છે મા.
ખોટે માગૅ ભટકું તો સાચો રાહ ચીંધનારી તું જ છે મા.
મમતા નો ઘુઘવતો સાગર એક તું જ છે મા.
પંડે પિડા વેઠી મને સર્જનાર એક તું જ છે મા.
ભગવાને આપેલ આ જગત ની અમુલ્ય ભેટ તું જ છે મા
સદાય વહેતી વાત્સલ્ય ધારા નું મુળ એક તું જ છે મા.
જીવન ધરૂ તો પણ ઋણ ન ચુકવાય એટલા ઉપકાર છે તારા જ મા.
વંદન કરી પ્રભુ ને વિનવું સદાય હસતી રહે મારી મા .