રોજ કેટલીય ચાલે મનની મથામણ,
અહીં સોના કરતાંય મોંઘી છે ઘડામણ....
પ્યાર મહોબ્બત, દોસ્તી દુશ્મની કેહવાની વાતો,
રોજ રોજ વીચારોમાં થાય છે અથડામણ.....
ચાહે દિલ મનને,એ ચાહે ચળકતા તનને,
એ જ નથી સમજાતું એને કેમ કરું ભલામણ....
દિલના ઉભરાટે આંસુ વહે ધારે ધારે,
દિવસરાત આવતા વિચારે ભીની થાય છે પાંપણ...
સમજાતું નથી,કેમ સમજાવું તને મનની વાત,
વારંવાર હ્રદયમાં કેમ થાય છે ગભરામણ ?
-Dolly Modi