ચાંદ અને તારા કરતાં આપણી વાત,
કેવો રંગીલો હતો, પ્રેમપ્રિતનો મીજાજ .....
હાથ લઈ હાથમાં બેસતા જારાક,
દિલ થઈ જતુ ખુશીઓથી રીચાર્જ.......
વાત ક્યારેક લાગતી મને તારી માઠી,
મનાવવામાં લગાડી દેતો જાનની બાજી.....
થાય તું નારાજ હળવેથી કપાળ લઉં ચુમી,
ઓગળતી નારાજગી તારી તરત જ......
ન મળે દિન રાત જો મળવાનો સમય,
બેચેની મનમાં ને કંઈ આવે ન સમજ.......
ક્યાં હશે.? શું કરતા હશે..? કોને પુંછું..?
આમ તેમ ફરતી, કરતી કેટલા જતન,
પ્રેમ હોય છે, બસ પ્રેમ શું શરૂ ને ખતમ !.....
સમજાય આટલી વાત સારૂ જો સમજ,
કવિતા કહાની લખાઈ કંઈ કેટલીય,
પ્રેમ વગર ક્યાં રહે છે સૃષ્ટીની ગરજ.....
તું મારો હું તારી એ જ જીવનનુ સમીકરણ,
ગણીત સૌનુ રહી જાય ધર્યું ને ધર્યું જ....
🙏 જય શ્રીકૃષ્ણ 🙏
✍️ ડોલી મોદી'ઊર્જા'
14/7/2022