કોની સંભળાય છે આ ધકધક
નાના નાના પગરવની છે આ દસ્તક
આ તો છે મારી નાની ઢીંગલીની દસ્તક
નાનકડા એના પગના ઝાંઝરની છે આ ખનખન,
આ તો છે મારી નાની ઢીંગલીની દસ્તક
નાનકડા એના પગલાંની છે આ તો હલચલ,
આ તો છે મારી નાની ઢીંગલીની દસ્તક
નાનકડા મારા ઘરમાં માં લક્ષ્મીનો વાસ છે
કેમ કે મારી નાની ઢીંગલીની છે આ રોનક
આ તો છે મારી નાની ઢીંગલીની દસ્તક
ભગવાને આપી છે મારા દરેક પુણ્યની આ મિલકત,
આ તો છે મારી વ્હાલી નાનકડી દિકરીની દસ્તક
યોગી