Gujarati Quote in Poem by Shital Malani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેમ કરી મેળવું તારી યાદોથી રાહત !
ભૂલવા મથું એમ વધતી રહે ચાહત !

ભીની પાંપણે છલકે ઝીણા મોતીબૂંદ,
ફરિયાદ સંગે વરસી અજાણી આફત !

ઠંડક લાગે તનમાં, તડપે છે મૃગલું મન,
કોઈ ન સમજે પીડા ને કથળી હાલત !

હું હસું, રડું કે હરપળ રટું તારું નામ,
તું જ છો મારી મનગમતી એક આદત !

જે નથી નજીક મારી એની જ તમન્ના છે,
ખુશી તને મળે સઘળી, માંગુ એ ઈબાદત !

શિતલ માલાણી "સહજ"
૧૨/૭/૨૦૨૨
જામનગર

-Shital Malani

Gujarati Poem by Shital Malani : 111818441
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now