Today's Morning Mantra...Part 1🌷🌹💐🤝🙏🏻
આજનો મોર્નિંગ મંત્ર🙏🏻એક સોસાયટી હતી. એ સોસાયટીમાં એક ફેમિલી રહેવા આવ્યું. પતિ-પત્ની અને એક દીકરી આ ફેમિલીમાં હતી. દીકરી હોંશિયાર હતી. તે સોસાયટીમાં કોઇની સાથે મિક્સ થઇ શકતી નહોતી. તેના પિતાએ એક વખત પૂછ્યું, તું કેમ કોઇને મળતી નથી. તારી કોઇ ફ્રેન્ડ નથી. દીકરીએ કહ્યું, કોઇનું લેવલ જ ક્યાં છે? બધા વિચિત્ર મગજના છે. કોઇ સાથે વાત કરવાનું મન જ થતું નથી. પિતાએ બહુ સહજતાથી કહ્યું કે, દીકરા તું હોંશિયાર છે પણ તું બીજાને મૂર્ખ સમજે એ વાત વાજબી નથી. આ સોસાયટીના લોકો તારા જેટલા ભણેલા નથી પણ એ બધા સારા તો છે જ. તારે જો મિત્રો બનાવવા હશે તો તારે એના જેવું થવું પડશે. તારી હોંશિયારીને બાજુ પર મૂકવી પડશે. આપણે આપણી જાતને વધુ પડતી આંકી લેવી ન જોઇએ. અભણ માણસમાં પણ સમજણ તો હોય જ છે. બાપે પોતાની સાથે બનેલો એક કિસ્સો કહ્યો. તેણે કહ્યું કે, હું ગઇકાલે ઓફિસ જતો હતો. કારમાં બેસીને સોસાયટીની બહાર નીકળવા જતો હતો. સોસાયટીનો ગેટ બંધ હતો. વોચમેન દૂર હતો. મને જોઇને દોડીને આવ્યો. મેં તેના પર રાડો પાડી. ક્યાં રખડે છે? ખબર નથી પડતી કે તારે અહીં રહેવાનું છે? વોચમેને કહ્યું કે, સર હજુ તમે કામ પર જાવ છો, સવાર સવારમાં ગુસ્સો કરશો તો આખો દિવસ ખરાબ જશે. બગીચામાં એક બાળક દોડતું દોડતું પડી ગયું હતું અને રડતું હતું એટલે હું તેને શાંત કરવા ગયો હતો. મને માફ કરો પણ તમે ગુસ્સે થઇ તમારો મૂડ ન બગાડો. વોચમેનની વાત સાંભળીને મને વિચાર આવ્યો કે તેની વાત કેટલી સાચી છે? એ તો સામાન્ય વોચમેન છે, હું તો મારી કંપનીમાં મેનેજર છું. એના જેટલી સમજ પણ મારામાં નથી કે સવાર સવારમાં કારણ વગર કે સાવ સામાન્ય કારણસર ગુસ્સો કરવો વાજબી નથી! વોચમેને રમતા રમતા પડી ગયેલા છોકરાને શાંત પાડ્યો હતો, મને થયું કે હું પણ કદાચ પડી ગયો હતો અને આ વોચમેને મને શાંત પાડ્યો.