₹. ૪ પૈસા.. એટલે શું .? 🛃 ₹.
છોકરો કાંઈક કમાશે તો, 4 પૈસા ઘર માં આવશે.
4 પૈસા કમાશો તો, પાંચ માં પુછાશો ..
અથવા,
4 પૈસા કમાવા માટે, માણસ રાત દિવસ કામ કરે છે..
તો સવાલ છે કે, આ કહેવાતો માં 4 પૈસા જ કેમ 3 પૈસા નહીં 5 પૈસા નહીં..❓❓
🙏🏻 તો 4 પૈસા કમાવાની કહેવતને વડીલો પાસેથી માર્મિક વિગતો જાણી તેને સમજીએ..
👉🏻 પહેલો પૈસો *કૂવા* માં નાંખવાનો.
👉🏻 બીજા પૈસા થી *પાછળનું દેવું* (કરજ) ઉતારવાનું.
👉🏻 ત્રીજા પૈસા થી *આગળનું દેવું* ચૂકવવાનું.
👉🏻 ચોથો પૈસો *આગળ માટે જમા* કરવાનો....
👍🏻 *હજુ વાતની ગુઢતા વિગતે સમજીએ.*
✅ *1. એક પૈસો કૂવા માં નાંખવાનો.*
એટલે કે,
પોતાના પરિવાર અને સંતાનનો પેટ રૂપી ખાડો(કુવો) પુરવા માટે વાપરવાનો.
✅ *2. બીજો પૈસો પાછળ (પિતૃઓ)નું દેવું (કરજ) ઉતારવા માટે વાપરવો.*
પોતાના માતા પિતાની સેવા માટે..,
તેમણે આપણું જતન કર્યું, પાલન પોષણ કરી મોટા કર્યા તો, તે કરજ ઉતારવા માટે.
✅ *3. ત્રીજો પૈસો આગળ (સંતાનો)નું દેવું ચૂકવવા માટે વાપરવાનો*
પોતાના સંતાનને ભણાવી, ગણાવીને આગળ ઉચ્ચ અભ્યાસ માટે.
(એટલે કે ભવિષ્યનું દેવું)
✅ *4. ચોથા પૈસાને આગળ (પુણ્ય) જમા કરવા માટે વાપરવાનો.*
એટલે કે, શુભ પ્રસંગ અશુભ પ્રસંગ, દાન અર્થે, સંતોની સેવા અર્થે અને અસહાયની મદદ માટે ..!
👌🏻
*તો.. આ છે, 4 પૈસા કમાવાની વાત. કેટલી ઊંડાઈ હોય છે આપણી આ પ્રાચીન વાતોમાં ..!*
🙏🏻
*વાત સારી લાગે તો LIKE, Comment, SHARE કરજો*
*🙏🏻🤝🙏🏻*