તારી પ્રથમ નજર મળતા જ પગથિયું ચૂકેલી એ દાદર,
તારા પહેલા તારા આગમનની દરરોજ જાણ કરતી તારી ઝાંઝર...
બરાબર...હજી એ યાદ છે મને.
વાળ જાણે અષાઢી વરસાદમાં મન મૂકીને વરસેલા વાદળ,
ને એજ વરસાદમાં વીજળી થઈ ચમકતી આંખોની કાજળ...
બરાબર...હજી એ યાદ છે મને.
તને જોવા કયારેક ટ્યુશન બહાર કેવા ઊભા રહેતા તત્પર,
તારી પાછળ આવતા કંઇક થયેલા એ મારી સાયકલના પંચર...
બરાબર...હજી એ યાદ છે મને.
મળતા ત્યારે બધું રોકાઈ જતુ, તારો સમય સ્થિર કરવાનો એ પાવર,
બોલે ત્યારે બધું ભૂલાવી દેતો, તારો અવાજ જાણે મંદિરની ઝાલર...
બરાબર...હજી એ યાદ છે મને.
બંધ આંખે જ્યારે મળેલા આપણે, ત્યારે વરસાદ કેવો હતો ઝરમર,
ભીંજાયેલી હતી તું મારી બાહોમાં, ને સ્પર્શથી કાપતા હોઠ તારા થરથર...
બરાબર...હજી એ યાદ છે મને.
-તેજસ