" લે મજા માનવી "
( ગઝલ )
લે મજા માનવી આગને વાવતા.
આવડે ના કદી બાગને વાવતા.
બોલ મતલબ બધો કાઢવા પ્રેમથી;
છોડતો ના ભલા ભાગને વાવતા.
છે સરસ પણ કહે ભેદ રાખી બધું;
ખુશ રહે એ ઘણો દાગને વાવતા.
મૌનની એ સભામાં રહે ચૂપ ના;
સાંભળે સુર ન કો' રાગને વાવતા.
મોત Bન્દાસ મંજૂર ના સ્હેજ પણ;
જિંદગી લાજતી માંગને વાવતા.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : મુતદારિક