હદ.....
પગરણ માંડ્યા જ્યાં કાંટાળી કેડીએ,
ન પગરવ મળ્યા, ન વાટ, ન વિસામો...
રણના અફાટ દરિયામાં નાવ હંકારી,
તરસ્યો જ રહ્યો ઝાંઝવાનો કિનારો...
પાંખો પતંગિયાની ચિરાઈ પુષ્પરંગે,
વિખરાયા સુગંધમાં અચેતન એ થોરો...
ન મંઝિલ મળી, ન મુકામની નિશાની,
પગલાં ભૂંસાયા ઉડી યાદોની ડમરીઓ...
જળ વિના વરસી ગઈ અશ્રુવાદળીઓ,
ખોબેખોબે છલકાઈ ત્યાં હાથની લકીરો...
હદમાં હોમાઈ ગઈ જ્યારે અનહદ ચાહના,
આગ વિના પણ આકાશે ઉઠી ધુમ્રસેરો....
શીતલ મારૂ....૮/૭/૨૦૨૨....