ફેસબુક પર મૂકાય છે ઘણી ગદ્ય ને પદ્ય પોસ્ટ,
કોઈ કરે લાઈક કે કોમેન્ટ તો કોઈ ઇગ્નોર ઓલમોસ્ટ.
ગઇકાલની પોસ્ટ વાંચી પૂછે છે શ્રીમતીજીની ભાભી,
આવો બોક્સ મીઠાઇ જે જોઈ ઘરવાળી થાય આભી.
કલ્પનાના રાંગ ભરી લખાય છે રસપ્રદ રંગીન કવિતા,
પણ એ છે તુક્કા અને અલગ હોય છે વાસ્તવિકતા.
કોઈ લખે છે ઝટપટ ને ફટફટ, પણ નથી ભાષા આડે ઘુંઘટ,
જાણે પનઘટ પર કનૈયો રમે નટખટ,
ફેસબુક જગમાં પણ સર્વત્ર દીસે ખટપટ.
કોઈને જોઈ ફરે મોં તો કોઈને જવાબ ઝટપટ.
રસિક કવિની કવિતામાં મળે પ્રેમિકા ખભે માથું ઢાળી સ્વાસમાં છે મહેંક ને પરોવતી હાથમાં આંગળી ,
સામે ઉભી પત્નિ કરીને સીધી આંગળી
કોપાયમાન થઇને, અઘરું છે જોવું આંખ મેળવી.
એ મહેકને બદલે છે સિંહણની ડણક,
કંઈ બોલો તો મળે ધમકી ભારે કડક.
કોઈ વળી મૂકે વિના રોકટોક રોમેન્ટિક કવિતાની કડી,
એમને કહેનાર નહીં અમારે તો રૂદ્રરુપા હાથમાં છડી.
ઘણાને બની જાય છે લેખન સ્વયંનું દુશ્મન,
સર થાય તનથી અલગ, કરે છે સ્વર્ગે ગમન.
કનૈયાની કલમ કરાવે છે તનથી સર કલમ,
પછી લગાવે છે સ્વજનોના ઘા પર મલમ.
આમ ફેસબુક અને વોટ્સએપ પર થાય છે કેટલાક ફ્રેન્ડ, તો ક્યારેક તો થઇ જાય છે સંબંધોનો ધ એન્ડ.
શ્રી. પ્રવીણચંદ્ર વ્યાસની ગદ્ય પોસ્ટ પરથી.
સુનીલ અંજારીયા