(અનુષ્ટુપ)
જરમરાટ મેઘ માં
તરવરાટ વૃક્ષોમાં
ગભરાટ વિહંગ માં
અંધકાર આકાશમાં
ચમકાર વીજળીનો
સુસવાટ પવનનો
ટહુકાર મયુરનો
ધ્રુજાટ સ્પર્શે ઠંડીનો
સુવાસ ભરી માટીમાં
મેઘધનુષ વ્યોમમાં
ઉત્સાહ જગજનમાં
ગમ્મત છે બાળકોમાં
ઉન્માદી કૂ કોયલની
અવાજ છે નિર્જરનો
મે' હસે આભ જરૂખે
આનંદપુંજ ગૃહાંગણે
જળ ભર્યા તળાવ છે
ખુશી તણા જનનાદ છે
જલસુધા વરસે છે
વાહ! વાહ! શું વાત છે