'દુઃખી દિલ'
(અનુષ્ટુપ)
દ્રશ્ય:
ગયો હું એકવાર ત્યાં જાત્રાએ સોમનાથની
વાળું લોજ મહી કરી જોયું દુઃખી દિલ એક
એક મજબુર બાળ પાંચ દિ'નો ઉગ્યો છોડ
પોષવા ભૂખ પેટની મજૂરી કરતો દોડ
માલિક:
શેઠ એનો ડરામણો ધરાવે છે ચહેરો ને
મોટી મોટી મૂછો વડે હોઠ એના ઢંકાયેલા
શરીર એનું મોટુ ને મોટો એનો અવાજ છે
સાંભળી હુકમ એનો મજબુર બાળ ડરે
બાળક:
પેલો બાળક છે એવો જાણે ગાંધી સમ ભાઈ
જીવનભરની કરી ભૂખ સાથે જ સગાઇ
મેલાઘેલા છે કપડાં સાવ સૂકું એનું તન
પેટભર અન્ન માટે કરતો બધું સહન
વ્યવહાર:
કરતો સહન છતાં ભૂખ્યાનું તે જાણે દર્દ
પ્રેમથી પીરસતો ને કરતો સારું વર્તન
દિઠું મે એના પ્રેમમાં એક દિવ્ય તેજ એવુ
આવ્યા મારા નયનોમાં નિજ પ્રેમ તણા અશ્રુ