*પારકાં ને ક્યાં શોધવા અહી,*
*પોતાના ખોવાઈ ગયા ..✍🏻*
*રેતી જેવા હતા સપના મારા,*
*મોજાં થી ધોવાઈ ગયા...✍🏻*
*વિતેલી વાતો યાદ કરી તો,*
*આંસુ છલકાય ગયા...✍🏻*
*સંબંધો ઘણાં મળ્યા મને પણ,*
*અમુક દિલમાં સચવાઈ ગયા...✍🏻*
*યાદોની તિજોરી ખોલી જ્યારે,*
*આ હોઠ મલકાઈ ગયા...✍🏻*
*અમુક મિત્રો જ એવા મળ્યા,*
*જે દિલ પર છવાઈ ગયાં..✍🏻*