વાત જે ગજવો છો, એ વાત જરા અમથી હતી
જ્યાં ભીંજાયો ખુણો, ત્યાં લાગણીઓ રમતી હતી
કરતા રહ્યા અમે પ્રશંસા,પેટભરી એની વફાદારીની,
અમને શું ખબર, એને પણ દુનિયાદારી નડતી હતી
મેં તો નહોતું કહ્યું,આદત બની ને પછી છુટી જવાનું,
એ તો એની ફિતરત, કે અહીં તહીં રઝળતી હતી
છેલ્લી મુલાકાતે,છેલ્લી ચા અને છેલ્લા સંવાદે પણ
યાદ છે-વાત આંખોની અને ચહેરાની વિરોધી હતી
પ્રણય,પ્રિયતમ ને સપના,સૌની એક સાથે રખડપટ્ટી
કોરા વાદળની દોટ,ને મૃગજળ જ્યમ ઝીંદગી હતી
- નિર્મિત ઠક્કર