" બારણે "
( ગઝલ )
રાહ જોતી ખડે પગ હજી બારણે.
તક ન અંદર જતી છે હજી બારણે.
આવનારા પહોંચી ગયા અંદરે;
કોણ કોના વતી છે હજી બારણે.
રોકવા સૌ મથે જાય છે એટલે;
આ ઈચ્છા પેંસતી જો હજી બારણે.
કોઈ ના સાંભળે એમ સૌ વાત કે;
ખાનગી ચાલતી છે હજી બારણે.
કોણ Bન્દાસ છે અંદર નથી ખબર;
રાત સળગે બતી છે હજી બારણે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : મુતદારિક