Gujarati Quote in Religious by Bhavna Bhatt

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ઓ જગન્નાથજી* ૧-૭-૨૦૨૨

ઓ જગન્નાથજી,
તમે તો છો જગતનાં નાથ..‌ હો... જી રે....
તમે તો અવતાર ધરીને,
કરો છો ભક્તોનો ઉધ્ધાર..‌ હો ... જી રે...
આજે અષાઢી બીજ ને,
નગરચર્યાએ નીકળે જગતના નાથ... હો... જી રે..
સુભદ્રા ને બલરામ ભૈયા છે સાથ,
વચ્ચે બિરાજતા જગન્નાથજી... હો.... જી રે...
વાગે વ્યોમ વાજા ચારેકોર રે,
ભાવના ગુણ ગાયે ઝાઝાં રે... હો... જી રે....
જગતનાં નાથ ને હાથ જોડીને પ્રણામ કરીએ રે,
આવો અણમોલ લ્હાવો લેવા ભક્તો દોડી જાય રે... હો... જી રે...
આવ્યાં છે આજે ભગવાન હાજરાહજૂર રે,
દર્શન કરતાં રાખે સૌને સદાય સાજા રે.... હો.... જી રે....
પૂર્વ જન્મના પૂન્ય થકી રથ ખેંચી જાય રે,
જગન્નાથજી કરે કૃપા એને કરાવે લહેર રે.... હો... જી રે...
*કોપી આરક્ષિત* *©*
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Gujarati Religious by Bhavna Bhatt : 111815859
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now