Gujarati Quote in Jokes by Jatin Bhatt... NIJ

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે ' વર્લ્ડ સોશિયલ મિડિયા ડે' છે
થોડા જાતે બનાવેલા ટુચકા:

_ પત્ની wtsapp પર બિઝી હતી ને wtsapp પર મેસેજ આવ્યો: ' ડિયર ,વાડકી માં દાળ ખલાસ થઈ ગઈ છે, જરા આપ ને?'
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
_ પતિ પત્નીએ ભેગા થઈને ઈદડા બનાવ્યા, ને FB પર અલગ અલગ મૂક્યા, પત્ની એ મૂક્યા તો આવી કૉમેન્ટ આવી:
1.સુપર્બ,
2. લાજવાબ ,
3. મસ્ત બનાવ્યા લાગે છે ,પછી રેસિપી મોકલજે,
4. ઓહો, મારા જીજુ આજે ખુશમ ખુશ,
5. મસ્ત પાતળા બનાવ્યા છે ને,
ને પતિ એ મૂક્યા તો આવી કૉમેન્ટ આવી:
1. ઓ ભાઈ, આટલા ખરાબ તો મારા ભાભી એ પણ નથી બનાવ્યા,
2. બિલકુલ તારા ચેહરા જેવાજ છે, તારા ગોરા ચેહરા ના બ્લેક હેડ્સ અને ઈદડામાં નાખેલી રાઈ બન્ને સરખા જ લાગે છે,
3. ઓ ભાઈ તેલ ઓછું નાખ, ભાભી એ જો, જાણે તેલ નાખ્યું જ નથી,
4. ઓ ભાઇ, આવું બધું FB પર નઈ મૂકવાનું ,ઘરે થી વઢ પડે છે યાર,
5. જાતે લોટ બનાવી ને બનાવે તો ખરો,
6. અબે, થોડા પાતળા બનાવ, તારા જેવા જાડા નઈ, ડફોળ!!!
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
_ ઇન્સ્ટા પર પતિ પત્ની બન્ને એ જોઇન્ન્ટ ફોટો મૂક્યો, કૉમેન્ટ:
@ Wow sister u લુકિંગ ગોર્જીયસ
@ અલા ઓ તું પણ લુકિંગ ગંદો ને ગોબરો
@ hi dear, તું શું જામે છે આ કપડામાં, જાણે કરીના કપૂર,
@ અને તુ આવા કપડાં ના પહેર લા ભાઈ, જોકર પણ શરમાઈ જશે,
@ સ્માર્ટ જોડી
@ અલા ઓ તું યાર ભાભીજી થી આઘો રહે, જાણે કાગડો દહિથરું લઈ ગયો,
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
પતિ પત્ની બંને એ સરખો બ્લોગ લખ્યો, કૉમેન્ટ:
@ અલી મારી બેન ,તેં તો મસ્ત લખ્યું છે ને!
@ ઓ ભાઈ લખતા ની આવડે તો શું કામ લખે છે, બેવકુફ!
@ ભાભી જી, મોટા લેખક થવાના બધા ગુણ તમારા માં છે, પેપર કે મેગેઝિન માં આપોને , કદાચ એ લોકો છાપે પણ ખરા,
@ અરે યાર, આને કોઈ અટકાવો, પોતે શું લખે છે એ ડફોળ ને એ પણ ખબર નઈ પડતી હોય, પેલો તંત્રી પણ વાંચ્યા વગર જ ડસ્ટ બીન માં નાખી દેશે,
@ ભાભીજી, તમારો ભાષા પર નો કમાન્ડ અદભુત છે, વાંચીને અભિભૂત થઈ ગયો,
@ ઓ ભાઈ, શબ્દો પસંદ કરતા આવડે કે નઈ, કમસે કમ ગુજરાતી શબ્દભંડોળ ની ચોપડી લઇને બેસતો હોય તો, અક્કલ નો બુઠો!!
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄.
.
.
.
.
. જતીન ભટ્ટ ( નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995

Gujarati Jokes by Jatin Bhatt... NIJ : 111815764
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now