જીવન અનિશ્ચિત છે ખુશી અને દુઃખ આવ્યા કરે કયારેક એવા સંજોગો પણ બનતા હોઈ કે ખુશીનો અને દુઃખનો પ્રસંગ સાથે આવી જાય ત્યારે શુ કરવું એજ ખબર ન પડે આવી જ ઘટના અકેશ સાથે બની.
ઘરમાં વર્ષો પછી શુભ પ્રસંગ આવી રહ્યો હતો
મોટીબેનના લગ્નને લઈને અકેશને અનેરો ઉત્સાહ હતો
અકેશએ લગ્નમાં શુ કરવું એની બધી તૌયારી કરી નાખી હતી.
મોટીબેનના લગ્નનો દિવસ આવી જ ગયો અકેશ અને એનું પરીવાર ખુશ હતુ મંડપમા પતિ પત્ની સાત ફેરા લઈ રહ્યા હતા ત્યારે અકેશના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો પહેલી વાર તો અકેશએ કોલ ઉપાડ્યો નહી ફરી એજ અજાણીયા નંબર પરથી કોલ આવ્યો અકેશએ કોલ ઉપાડિયો ત્યાર બાદ અકેશ કોઈને કઈ પણ કહ્યા વગર લગ્ન છોડી જતો રહ્યો.
શુ થયુ હશે કે અકેશએ લગ્ન છોડી જવુ પડ્યુ...?
અકેશના મિત્રનુ અકસ્માત થયુ હતુ મિત્રની હાલત ગંભીર હતી અકસ્માતના સમાચાર મળતા જ અકેશ લગ્ન માથી હોસ્પિટલ જવા નીકળી ગયો પણ અકેશને મોડુ થઈ ગયુ
મિત્રનુ મુત્યુ થઈ ગયું હતુ.