મુકેશ અંબાણી એ અલગ બીઝનેસ ની કમાન્ડ એમના દીકરા વહુ ને સોંપવા માંડ્યા આ સમાચાર વાંચી:
ગોટયા ના પપ્પાએ પણ ઘરમાં એમની ઘરવાળી અને દીકરા વહુ અનુક્રમે ગોટયો અને ગોટલી ને અલગ અલગ કામ ની વહેંચણી કરી:
ઘરવાળી ને કિચન ફ્રેશ સોંપ્યું,
તો ગોટયા ને ટેલિકોમ અને પેટ્રોલ
ગોટલી ને ઇલેક્ટ્રિક વિભાગ, વગેરે, વગેરે
બધા ખુશમખુશ થઈ ગયા,
પૂછવા લાગ્યા કે અમારે શું કરવાનું?
ને પપ્પાએ બોમ્બ ફોડ્યો:
હવેથી ઘરવાળી શાક લેવા જશે,
ગોટયો બધા મોબાઈલ ક્યાં તો પ્રિપેઇડ રિચાર્જ કરાવશે ક્યાં તો મંથલી બિલ ભરશે, અને દરેક વેહિકલ માં પેટ્રોલ પુરાવશે,
અને ગોટલી લાઇટ બીલ ભરશે,
સાલુ મે તો કંઈ પુછડી પકડી છે કે આવા બધા કામ પણ મારે કરવાના?.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995