જળમાં લખી જોયું
મેં નામ વારંવાર
જે દિલમાં હતાં સદાબહાર
સાચવેલા સંબંધોનાં કેમ
પારખાં કરે વારંવાર ?
પવનપુત્રની જેમ હું કેમ બતાવું
જે છે હતાં રહેશે અનંતકાળ
બળથી ન બાંધી શકીએ
કેમ વિખરાયેલા સંબંધને
જે હોય જીવનકાળ
લાગણીનાં દરિયામાં ડૂબી
કોઈ ભૂલી કેમ શકે
જે વસે છે દિલમાં સદાબહાર
કે તું જ પકડીને બેઠી છે
'ક્રિષ્વી' આ સંબંધને
જબરજસ્તી જકડી રાખવા
શોધે છે હસ્તરેખા હાથ?
-ક્રિષ્વી