સવારે મારી આ આંખોમાં લાલાશ આવે
મારે એ રાતે યાદોમાં શુ કોઈ ખાસ આવે?
બેઠો હતો બાલ્કનીમાં સાવ એકાંત મહીં,
મનસપટલ પર જુના પ્રેમની તલાશ આવે.
આ ફૂંકતા ઠંડા પવનના ઝાપટા બાળે મને,
અતિતના અનુભવોની જીવતી લાશ આવે.
કહે છે કવિ જગત આ ઋતુ છે મહોબતની,
અનુભવો એટલા કે ન હવે વિશ્વાસ આવે.
બધાને સમાવ્યા દિલમાં ખુદને બહાર કરીને,
પથિક હું બન્યો ને ભાગે મારે અમાસ આવે.
ભમરાએ પૂછ્યું ખરી ગયેલા બાગના ફુલને,
કેમ દોસ્ત રંગીન જવાની તને ન રાસ આવે?
મનોજ છું રણ જેવો, સુખ છે મૃગજળ બધા,
ન સમજી શકો અને ન કદી સંતોષી હાસ આવે.
મનોજ સંતોકી માનસ