સવારે મોહિત દાદા સાથે ન્યુઝ જોય રહ્યો હતો દાદા અચાનક TV બંધ કરી કઈ પણ બોલ્યા વગર ચાલ્યા ગયા મોહિતને કશુ સમજાયું નહીં પહેલા ક્યારેય આવુ થયું ન હતું.
દાદાએ શુભ પ્રસંગમા હાજરી આપવાની હતી પરંતુ તેઓ નહી ગયા ઉપરાંત તેઓ નીરાશ દેખાતા હતા મોહિત દાદા પાસે ગયો અને તેમને સવાલ કર્યા કે શુ થયું તમને નીરાશ લાગો છો...?
દાદાએ જવાબ આપતા કહ્યું કે મારો વિધાર્થી જીવનની પરીક્ષામા નાપાસા થયો..! (દાદા નિવૃત શિક્ષક હતા )
મોહિત : મને સમજાયું નહીં.
દાદા : સવારે ન્યુઝમા આવ્યું હતું કે અધિકારી લાંચ લેતા પકડાયો એ મારો વિધાર્થી, મેં મારાં વિધાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કાર આપવાનો પણ પ્રયત્ન કરતો.
મેં હંમેશા વિધાર્થીઓને કહેતો કે તમારે જીવનની પરીક્ષામા પાસ થવાનું મારા પ્રયત્ન છતાં હું વિધાર્થીને સંસ્કાર આપવામા નિષ્ફળ રહ્યો એ વાતનું મને દુઃખ.