શબ્દે શબ્દે બોલી રહ્યો તું હી તું...
પલે પલે વસી રહ્યો તું હી તું ...
તું જ મારા જીવનનો સાર...
વ્યોમે વ્યોમે વ્યાપી રહ્યો તું...
રોમે રોમે રમી રહ્યો તું...
તું જ મારા જીવનનો સાર...
ગગને ગગને ઘૂમી રહ્યો તું ...
પવને પવને ભમી રહ્યો તું...
તું જ મારા જીવનનો સાર...
ફૂલે ફૂલે સુગંધી રહ્યો તું...
ડાળે ડાળે ઝૂલી રહ્યો તું...
તું જ મારા જીવનનો સાર...
હૃદયે હૃદયે ધડકી રહ્યો તું...
શ્વાસે શ્વાસે શ્વસી રહ્યો તું...
તું જ મારા જીવનનો સાર...
✍️...© drdhbhatt...