કાળા કોટ વાળી અન્નપૂર્ણા ..
ગુસ્સામાં સીડી ઉતરતા ફઈબા એ હોલમાંથી આવતી કુવારીકાઓ ના હસી-ઉલ્લાસનો અવાજ સાંભળી ઝડપ વધારી.
ઇન્સ્ટન્ટ હલવો, fruit salad, મિલ્ક શેક ,વેજ રોલ, ચાટ પુરી.. જેવી વાનગીઓ નાની નાની કુવારીકાઓ મસ્તી થી ખાઈ રહી હતી.
હમણાં થોડીવાર પહેલા જ પરંપરાગત ભોજન બનાવતા મહારાજના હાથની ઇજાઓ જોઈ ફઈબા નવી નવી આવેલી કાળા કોટ વાળી વકીલ વહુ તરફ નજર નાખતા ગુસ્સા અને નિરાશામાં નિશબ્દ બની રસોડા-ઘર માંથી નીકળી ગયા હતા.
અને હવે આ હોલ ની રીતસરની ધમાચકડી જોઈને ફઈબા ફરી એકવાર પોતાની વકીલ ભાણેજ-વહુ તરફ જોઈ રહ્યા.
"દીદી સા, જુઓ તો પરંપરાગત થાળ ભલે ન બની શક્યો પરંતુ વહુ બેટા એ નવી રીતથી ગણતરીના સમયમાં આટલી બધી ઇન્સ્ટન્ટ વાનગીઓ તૈયાર કરીને, આવેલી દીકરીઓને કેટલી ખુશ કરી દીધી. દીકરીઓ ખુશ એટલે આપણા પ્રભુ એ ખુશ. બરોબર ને દીદી સા"- તેમના ભાભીએ હરખાતા કહ્યું.
હવે ફઈબા ને સામે કાળા કોટ વાળી અન્નપૂર્ણા દેખાઈ રહી હતી.
- દીપ્તિ