Gujarati Quote in Poem by તેજસ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જરા સાંભળને, વરસાદ સુધી તું પણ આવી જાજે...
સાથે એક દિવસ વરસાદમાં પલળવાનું પ્રોમિસ આપેલું...
તને યાદ છે ને...

સવારે દેરી પાસે પતંગ ચગાવવા તું પણ આવી જાજે...
એકબીજા સાથે પેચ લડાવી મોજ કરવાનું પ્રોમિસ આપેલું...
તને યાદ છે ને...

જંગલ ખૂંદીને જળધોધમાં રમવા તું પણ આવી જાજે...
પેલો ડુંગરો સાથે ચડીને કેડીઓ રચવાનું પ્રોમિસ આપેલું...
તને યાદ છે ને...

તળાવની પાળે સાંજે ઝાલર ટાણે તું પણ આવી જાજે...
રંગો ઘોળીને સાથે ઇન્દ્રધનુષ બનાવવાનું પ્રોમિસ આપેલું...
તને યાદ છે ને...

-તેજસ

Gujarati Poem by તેજસ : 111813219
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now