રૂમઝૂમ મીઠો અવાજ ના કરે તેવા ઝાંઝર શું કામના.
ગોધૂલી ટાણે ઘંટી ના સંભળાય તો પાદર શું કામના.
છમ્માલીલા ખેતરો ભાગિયા કે શ્રમજીવી ના કારણે,
નવી પેઢીના ખેડૂતો ખેતર ના ખેડે તો ખેતર શું કામના.
પરિયાવરણ નામે ગાર્ડન ટેરેસ અને કુંડા ફક્ત હોય,
ગામ દેશ ને જંગલો ઉજ્જડ તો આ શહેર શું કામના.
ત્રણ ત્રણ દીકરા અને દીકરીને લાયક બનાવ્યા પણ,
દીકરાથી માબાપ ના સચવાય તો જીવતર શું કામના.
દેશદાઝ ને દેશપ્રેમ અંદરથી ઊગવા જોઈએ બધામાં,
રાષ્ટ્રીય રજામાં ત્રિરંગા ઉઠાવે એ નાગરિક શું કામના.
સર્વધર્મ સમભાવને માને મારું હિન્દુસ્તાન આજે પણ,
રાષ્ટ્રીયતા ભૂલી ધડકા કરે તો આ નાગરિકો શું કામના.
અનિલ ભટ્ટ