ફિલ્મ જુરાસિક વર્લ્ડ 3 આજે 4D માં જોઈ. સીનેપોલીસ,એવન્યુ મોલ , મસ્કત. 4D નો અનુભવ જુદો જ હતો. પ્લેન વળાંક લે કે જીપ ભાગે ત્યારે તમારી સીટ એ rythm માં ધ્રૂજે. તડાકા ભડાકા ને અગ્નિ ઉડે ત્યારે તમારી આજુબાજુ ફ્લેશ થાય. એક સીન માં ડાયનોસોર બર્ડ ઊડતાં પ્લેન ને ટક્કર મારે છે તેમાં સીટ 45 અંશ જેવી પાછળ જઈ ધ્રૂજે અને કાન પાસે સી .. અવાજની લહેર પસાર થાય.વાવાઝોડું કે એક સામટા પક્ષીઓ ઉડે ત્યારે હવાનો ઝપાટો ડાબે કે જમણેથી સામી બાજુ અનુભવી શકો. પાણીમાં ડૂબે કે પાણીમાંથી ડાયનોસોર પીછો કરે તો પાણીની લહેર સીટ નીચેથી ઉડે અને સીટ નીચે ધક્કો લાગી ઊંચી થાય. એક સીનમાં આપણી પાછળ કૂતરાં પડે એમ બે ડાયનોસોર મોટરબાઇક સવાર પાછળ સાંકડી શેરીમાં પડે છે તેમાં સીટ ઝડપથી ડાબે જમણે થાય. અમુક વખતે સુગંધ નો પણ હળવો અનુભવ થાય.
ફિલ્મ પણ સરસ અને અનુભવ પણ બેજોડ.
મઝા આવી