દોડી દોડી થાકી જાવ ત્યારે,
યાદ આવે છે મને પા પા પગલી
જીવનની રાહમાં ભૂલો પડ્યો ત્યારે,
યાદ આવે છે મને પા પા પગલી
ચિંતા ના ચકડોળમાં ચકરાવ ત્યારે,
યાદ આવે છે પા પા પગલી
ફસાઈ જાવ વિચારોના દલદલ માં ત્યારે,
યાદ આવે છે પા પા પગલી,
ભૂલ થી ય કોઈ ભૂલ કરી બેસુ ત્યારે,
યાદ આવે છે પા પા પગલી
કેવી મજાની હતી એ પા પા પગલી
ના હતો પડવાનો ડર, કે ના લાગવાની ચિંતા,
ફરી પકડો મારો હાથ,
અને મને કરાવો પા પા પગલી
. યોગી