સુગંધ ભીની માટીની મારા અંતરમાં અટવાય છે ,
સૂર્ય આજે સવારથી જ સંતાકૂકડી રમતો જણાય છે ,
દૂર ક્યાંક ક્ષિતિજ પર સ્વર મેહુલનો સંભળાય છે ,
કાળા ડિબાંડ વાદળા આજે , આમ તેમ અફડાય છે ,
એક અરસાથી તરસ્યા વૃક્ષો આજે ખૂબ હરખાય છે ,
લાગે છે કે દૂર ક્યાંક સવારી મેઘરાજાની વરતાય છે ,
સુગંધ ભીની માટીની મારા અંતરમાં અટવાય છે (૨)
- પાર્થિવ પટેલ ' અવનીશ '