યાદ છે મને
વર્ષાની એ સાંજે તું હતી મારી સાથે,
ઊંઘ ના આવી મને રાતે,
કે જાગ્યો હું તારી યાદે,
જે યાદ છે મને,
તારો ચાંદ જેવો ચેહરો અને,
મને જોઈ ને તારી આંખો નમે,
કહું હું કઈ અને તારું આ મુખ મલકાતું,
જે યાદ છે મને,
આમ ને આમ સમય ગયો ના કહેવાણી મનની વાતો,
જેનું દુઃખ લાગે છે મને,
આ કેવી કમાલ કરી મારા નાથે,
કે બનાવી તને મારા માટે,
પણ નોહતી તું મારા હાથે,
જે યાદ છે મને.
-Riyansh