Gujarati Quote in Microfiction by Harsha Trivedi

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આઈના માં એ પોતાના વાળ ને સંવારી રહી હતી. પોતાના ચહેરા ને જોતા જ એક સાહજિક હાસ્ય થી એ મલકી પડી . 60 ની ઉમર એ પાર કરી ચુકી હતી પણ એનો ચહેરો હજી એની ઉમર ની ચાડી ખાતો ના હતો. એ એને ડીએનએ માં મળેલી ભેટ છે એને વિચાર્યું. ડીએનએ જેને ગાંડુ લોકો એ હાઈ બ્રીડ કહી ને સોશ્યિલ મીડિયા માં અપમાન કરેલું છે. એની માઁ નું અપમાન કર્યું છે કારણ એ જન્મે હિંન્દુ ના હતી . એ માઁ જેને એને ફક્ત હિન્દૂ ધર્મ જ નહિ દુનિયા ના દરેક ધર્મ ને માન આપવાનું શીખવ્યું છે. દુનિયા ની કોઈ વાત એના ઈમાન ને ખરીદે શકે એવી શક્તિમાન નથી કારણ એની જરૂરિયાત જ બહુ ઓછી છે એમ કહેવા કરતા એ કહેવું બહેતર હશે એને દુન્યવી કોઈ બાબત માં રસ જ નથી. એટલે જ એ સામાન્ય લોકો કરતા અલગ હતી. એની પાસે કુશાગ્ર બુધ્ધિ તો છે પણ દુનિયાદારી એ શીખી જ ના હતી. આવનારા કાળ ને એ જાણતી હતી એમ કહો ઈશ્વર સાથે એની મિત્રતા હતી . બધું સમાપ્ત કરી નાખશે એ કાળ એ જાણતી હતી . કાળ ના વિચારે એ હચમચી ગયી છતાં કાળ નું વિકરાળ રૂપ એને જોવું હતું . કુદરત ની લીલા એને જોવી હતી જે બધું દુષ્ટ , ખરાબ નષ્ટ કરી ને ફરી થી નવસર્જન સારું કરવા માંગે છે એ વાત થી એ સહમત હતી . દેશ , સમાજ , ધર્મ ના નામે થયી ગયેલો સડો જોઈને એને રીત સર ના ઉબકાઓ આવતા હતા .

એને મન ને સમજવાની કોશિશ કરી . જે કઈ થશે એ કુદરત ની ઈચ્છા થી જ થશે . જે બચશે એ પણ કુદરત ની ઈચ્છા થી જ બચશે તો પછી નાહક ની ચિંતા શા માટે કરવી ?

એ લોકો જેમને મને હાઈ બ્રીડ કહી ને મારી નિર્દોષ માતા નું અપમાન કર્યું છે એવા ગાંડુઓ જીવે કે મરે એમાં મને શું ફરક પડે છે ? મારી જવાબદારી ફક્ત મારા કુટુંબ ના લોકો સુધી જ મર્યાદિત છે એ પણ ઈશ્વર ની મરજી મુજબ જ . બહુ વિચારી ને કોઈ અર્થ જ નથી .

સૂકા ભેગું ક્યારેક લીલું પણ બળે જ છે એ આપણે સૌ જાણીએ છીએ છતાં કશું આપણા હાથ માં નથી . આપણા હાથ માં છે તો એક જ વાત આપણા પોતાના કર્મો કારણ એ સંપૂર્ણ માનસિક , વાચિક ને વાસ્તવ માં પરિમતા પોતાના કર્મો ની જવાબદારી સૌ ની પોતાની છે . ધર્મ કોઈ પણ હોય , વ્યક્તિ નાસ્તિક , આસ્તિક કોઈ પણ હોય.

હર્ષા ત્રિવેદી

Gujarati Microfiction by Harsha Trivedi : 111811558
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now