અહેસાસ
ખબર નહિ,દિલમાં તારો ખૂબ અહેસાસ છે.
જીવનના દરેક પળમાં તારી ખોટ
સર્જાય છે.
દિલમાં તારી યાદ દર્દ આપીને રડાવી જાય છે.
હું તને ચાહું છું, હૃદયમાં તારું સ્થાન અકબંધ છે.
તને ભલે મારી પરવા નથી,દિલમાં તારી કોતરણી છે.
મળ્યા નથી ક્યારેય, છતાં મુલાકાતનો અહેસાસ છે.
તને ચાહતી હું,તને પામવાનો મને પમરાટ છે.
ક્યાં મળીશ,ક્યારે મળીશ ,પણ છતાં પ્રેમનો એકરાર છે.
-Bhanuben Prajapati