પહેલા જમાનામાં અને અત્યારના જમાનામાં જન્મદિવસ નો અર્થ અલગ છે.
પહેલા લોકો જન્મદિવસે કહેતા આપણા આયખમાં એક દિવસ ઓછો થયો. એવું વિચારતા .
અત્યારે લોકો જન્મદિવસે એક દિવસ ભલે ઓછો થયો પણ જન્મદિવસે એક બીજાને અભિનંદન આપીએ છીએ .
પહેલા જમાનામાં કોઈ જન્મદિવસની ઉજવણી કરતું નહિ. ખોટા ખર્ચ કરવામાં માનતા નહિ.
અત્યારે જો જન્મદિવસે અભિનંદન આપવાનું ભૂલી જઈએ તો તરત બીજા દિવસે ફોન કરીને કહી દે કે તમે મને જન્મદિવસે અભિનંદન પાઠવ્યા નહિ.
પહેલા જમાનાના લોકો પાસે ટાઈમ પણ નહોતો.યાદ પણ નહોતું રહેતું ક્યારે જન્મદિવસ આવીને જતો રહે ખબર જ ન પડે.
અત્યારે લોકો એક અઠવાડિયા પહેલાં તો આયોજન જાતિ લે,કપડાંની ખરીદી,લીસ્ટ બની જાય કોને બોલાવવા વગેરે.
બસ સમય એ જ છે વિચાર બદલાઈ રહ્યા છે.
જન્મદિવસ નિમિત્તે વિશેષ એટલું કહેવાનું કે ખોટા ખર્ચ કરવા નહિ.દેખા દેખી કરવી નહિ બધા દિવસ શુભ છે.ઈચ્છા હોય તો વિદ્યાદાન કરો,અન્નદાન કરો.તમરા બાળકને જન્મ દિવસ વિશે સમજાવો.