(મંદાક્રાંતા)
છે કેવી માનવ મન મનીષા ના જાણું કાં હું
શા માટે બંધુજન મહિ વેરી તણી ભાવના ત્યાં
છે મોટેરા જન સૌ બંધુભાવો બગાડી ચડાવી
સૌ ભાઈઓ મહિ તુરંત વેરી મનીષા જગાવી
તારા-મારા માં કંચન સમી જિંદગી આ બગાડી
શેઢા-પાળામા જ સુંદર આ જીન્દગાની દઝાડી
ના જાણે કેમ પણ પરિણામ હશે એનું જુદું
દુશ્મની ભાવ જ સમય કેરું પરિણામ હશે
બાકી છે જિંદગી સમય કાંઈ વહિ નથી ગયો
માયાને બંધુજન તણી સૌ ત્યાં નિહાળીતો જુઓ
રંગી લ્યો માનવ સહુ અહીં પ્રેમ કેરા સિતારે
નામ વેર કેરું દિપક શરીર સંગેથી મિટાવો