(અનુષ્ટુપ)
પોઢયા જન અત્યારે સૌ ઉભો જગતમાં રાજા
તેલ શૈયા કરી આજે જાને દિપ મહારાજા
અંધારી ઘોર રાતમાં દિપ રાજા હુ પ્રધાન
બોલે જ્યોત નાનકી જાણે જગન કીધો આ
વાયું જોર લગાવે જો સાવન વરસે જયારે
પળભર નહી ટકે નાશ થાય તુરંત જા
(મંડક્રાંતા)
થોડા વા થી લટકમટકી ચાલ ચાલે જ્યોતિ
કોઈ વારે ઘરઘરનું આંગણું આંગણું જોતી
(અનુષ્ટુપ)
દિપકને બબ્બે સુત કાજળ અજવાશ એ
કાજળ છે કલંકિત તેજ દિયે અજવાશ
વિતી ગઈ નિશા આજે જન સર્વ ગયા ઉઠી
છેક પ્રભાત થાતા જ પથાર્યું હેમ સૂર્ય એ
જોઈ તેજ રવિનું એ રાજા પણ નાશ આરે
ધૂપે દોટ મુકી જાણે ઊંચા ગગનના દ્વારે