(અનુષ્ટુપ)
માવડી મારી માવડી તું પ્રેમની તલાવડી
જગદંબા સમી છો માં જગમૈયા તુ માવડી
બાળપણ મને મારું યાદ તું જ કરાવતી
ત્યારે સારુ ખરાબ માં તું મને સમજાવતી
હસાવતી રડાવતી પ્રેમથી ખવડાવતી
મારતી તું છતાં મને કો'કના થી બચાવતી
વીજ વ્યોમ તણી હું ને તેજ મારુ તું બનતી
માળા અંબર ની માતા આંગળીથી બતાવતી
પદ ચરણમાં તારા ચોસઠ ધામ રાખતી
બાળગુરુ તું છો છતાં સ્વર્ગ ને ચડી આવતી
તું પ્રેમની તલાવડી ને હું છું છીપ માંહ્યલો
કેવો ખુશ નસીબ માં બન્યો હવે હું ડાહ્યલો
ન જાણું હું વિધાતાએ આપ્યા બે માત્ર હાથ આ
શા માટે વિધિ એ તને હજાર હાથ ના આપ્યા?