હું એવો એક ગુનેગાર
તું છો માં સજા દેનાર
પણ માં
એટલી શક્તિ ન ધરાઉ હું
સહન કરી શકું સજા હું
તું છો મમતાનો સાગર
પ્રેમ વાત્સલ્યની ખાણ
મમતાના સાગર માંથી એ
આપ મુજને માત્ર બુંદ બે
જેમાં સ્નાન કરી થાવ હું પવિત્ર
નાશ થાય પાપ મારા અપવિત્ર
પછી જ
તું એટલી મુજને આપ સજા
સહન કરી શકું સજા હું