અપેક્ષા નથી તુજ થી કઈ મને
બસ મને તો જ ઝંખના છે તારી
હું જાણું છું કે તું પણ બંધાયેલ છે જવાબદારીઓથી
તો હું પણ ક્યાં અહિં મુક્ત છું મારા માટે
જીવવી છે એક એક ક્ષણ તારી સાથે
કે જે યાદગાર બની સાથે રહેશે
ખૂટે છે ઘણું ખરું આ જીંદગીમાં
પણ ફરિયાદ એની નથી... બિંદુ
અહીં તો બસ જે મળ્યું છે એ જ ઓછું લાગે છે સૌને
જાણે અજાણે ઘણું ખરું છતાંય કોણ જાણે આવું કેમ થાય છે
સમજાણું છે અધૂરું તેમ છતાં જાણે સૌ પુરું અહિં..
શ્વાસ તૂટશે તો સઘળુંય રહી જશે અહીં ને અહીં
તેમ છતાંય બસ ભેગું કરવામાં જ માને સૌ કોઈ અહીં
૧૮/૦૨/૧૮