અપેક્ષાઓ પૂર્ણ નથી થતી સૌ કોઈની અહીં
તેમ છતાં પણ જાણે જિંદગી જીવી જવાય છે
જાણ્યે-અજાણ્યે કોણ જાણે શું રહી જાય છે... બિંદુ
તેમ છતાં કેમ કોણ જાણે આવું થાય છે
હંમેશા હસતો ચહેરો જાણે સદાય ઉદાસ થઈ જાય છે
ક્યારેય ન સમજાણી જિંદગીની આ રમત મને
કે સૌ ને હસાવનાર શા માટે રડી જાય છે
અને હંમેશા માટે કેમ ઉદાસ થઈ જાય છે
૧૮/૦૯/૨૧