સૂર્યની જેમ પોતાના જીવનને પ્રકાશમય બનાવી દો,પછી જુઓ કોઈની તાકાત નથી તમને અંધકાર તરફ લઈ જવાની.
સૂર્ય પૃથ્વીને પ્રકાશિત કરી રહ્યો છે અને પોતાના પ્રતિબિંબનો અહેસાસ કરાવી રહ્યો છે.સૂર્ય સામે કોઈ વ્યક્તિની તાકાત નથી કે તેના તેજમય પ્રકાશને ઢાંકી શકે. માનવે પણ સૂર્યની જેમ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી જોઈએ. પોતાના વિશ્વાસથી આગળ વધવું જોઈએ. કોઈ પણ અંધકાર વિચાર જીવનમાં ન રાખવો જોઈએ. તેને પોતાના કિરણોથી પોતાના જીવનના તમામ સંઘર્ષોને નિષ્ફળતામાંથી બહાર લાવીને એક નવા જીવનની સુંદર શરૂઆત કરવી જોઇએ. જ્યારે વ્યક્તિ દરેક સંઘર્ષમાંથી બહાર નીકળે છે ત્યારે એક નવો પ્રકાશ લઈને બહાર આવે છે અને સૂર્યની જેમ ઝળહળી અને પ્રકાશમય બની જાય છે, પછી તે સફળ વ્યક્તિને કોઈપણ વ્યક્તિ પાછું પાડી શકતું નથી.
-Bhanuben Prajapati