રડતા રડતા જતા રીક્ષા ની યાદ પડી છે
મીઠી વાતો થી મેડમ આપેલી ચોકલેટ પડી છે
પાટી અને પેન ધૂટેલા એકડા પાડીયા છે
લેશન ન કરવા થી મેડમ લાકડી પડી છે
રીશેસ ના સમય મિત્રો વચ્ચે વહેચેલા નાસ્તા
એવી પળો પડી છે
ચોપડે લેખેલી અમુક એવી કવિતાઓ પડી છે
બારી માંથી કુદીની ભાગી જતાં એવી યાદ પડી છે પકડાઈ જતાં પાટલી પર ઊભા રહેવાની સજા પડી છે ધરે પહોંચેલી એવી ફરિયાદ પડી છે
પપ્પા હાથની જાપડ પણ પડી છે
વધતી ઉંમર લાગે છે ધણું છુટી ગયું છે
હકીકત તો મારી યાદ સ્કુલ માં પડી છે
-કણઝજરીયા હાદિક (વઢવાણ)