આજે નહીં તો કાલે કરીશ,
દિલની વાત તો કાલે કરીશ.
યાદ તમારી જોજનદુરથી આવે,
તાજ ચણવાની વાત તો કાલે કરીશ.
સત્ય નિષ્ઠાનો રથ આમજ ચાલતો રહે,
યજ્ઞમાં આહુતિ આપવાની વાત તો કાલે કરીશ.
સાયબાની પાઘડીમાં કલગી ખોશી રાખી છે,
આંટીયાળી પાઘડીમાં મોરપીંછની વાત તો કાલે કરીશ.
દિલમાં ઝણકાર થાય તો થનગનાટ થશે,
અઝીઝની ચુલબુલી કવિતાની વાત તો કાલે કરીશ.
#અઝીઝ