કોઈને આગ લાગું છું કોઈને નૂર લાગું છું,
ખરેખર તો હું ખાલી છું છતાં ભરપૂર લાગું છું,

દયાળુએ દશા એવી કરી છે મારા જીવનની,
નિખાલસ કોઈને તો કોઈને મગરૂર લાગું છું.

હકીકતમાં તો મારી જિંદગી છે ઝાંઝવા જેવી,
કે હું દેખાઉં છું નજદીક ને જોજન દૂર લાગું છું.

તમારા રૂપની રંગત ભરી છે મારી આંખોમાં,
અને લોકો ને લાગ્યું કે હું ચકચૂર લાગું છું.

કસોટી પર છું ફકત એક કાચનો કટકો,
ઈશ્વર ની મહેરબાની છે કે કોહિનૂર લાગું છું...

Gujarati Thought by Dipika : 111806405
Jaydeep Makwana 5 year ago

Waah khub saras 👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now