વેકેશન હોય અને મામાનું ઘર યાદ કરે ભાણિયા,
વેકેશન હોય અને કાકાનું ઘર યાદ કરે ભત્રીજા,
વેકેશન હોય અને દાદાનું ઘર યાદ કરે પૌત્ર,
જમાનો બદલાયો કે વેકેશન ખબર નહિ,પણ આજે નથી ભાણિયા મામાને ઘેર,નથી ભત્રીજા કાકાને ઘેર,નથી પૌત્ર દાદાને ત્યાં,
સવાલ હશે ક્યાં હશે બધા વેકેશનમાં?
સમય સાથે માણસ બદલાઈ ગયા.બાળકો મોબાઈલમાં ડૂબી ગયા,કેટલાક લોકો અંતર્મુખી બની ગયા.
વેકેશન તો એના નિયતે છે પણ,આજનો માનવ
ખોવાઈ ગયો છે.
-Bhanuben Prajapati